
“Service to the community is service to the Divine.”
🙏જય મહાદેવ 🙏 જય દાદા પરશુરામ. 🙏
I am Krunal Dave, a resident of Ahmedabad and a dedicated member of the Brahm Samaj since 2010. My journey began with a simple thought: to strengthen our community roots and support the youth in building a better future.
Over the past decade, I have been actively involved in numerous social initiatives, including:
- Jivansathi Pasandgi Sammelan (Matrimonial Meets)
- Career Guidance Seminars
- Parshuram Yatra
- Samuh Janoi (Mass Sacred Thread Ceremony)
My Vision: The primary goal of this platform is to help the sons and daughters of the Brahm Samaj find their ideal life partners with ease and trust. Beyond matrimonial services, I aim to create a self-sustaining ecosystem for our community.
Future Endeavors: My upcoming mission is to launch a dedicated Job & Business Portal for the Brahm Samaj. This platform will serve as a bridge, connecting job seekers with business owners, fostering economic growth, and providing professional opportunities within our community.
“સમાજ સેવા એ જ પ્રભુ સેવા”
હું કૃણાલ દવે, અમદાવાદનો રહેવાસી છું અને ૨૦૧૦ થી અમદાવાદમાં વિવિધ બ્રહ્મ સમાજના સંગઠનો સાથે સક્રિય રીતે જોડાયેલો છું. મારા જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા સમાજની ઉન્નતિ અને યુવા પેઢીને સાચી દિશા આપવાનો રહ્યો છે.
છેલ્લા ૧૪ વર્ષોમાં મને સમાજના વિવિધ કાર્યોમાં યોગદાન આપવાનું સૌભાગ્ય મળ્યું છે, જેમાં મુખ્યત્વે:
- જીવનસાથી પસંદગી સંમેલન
- કેરિયર માર્ગદર્શન સેમિનાર
- પરશુરામ યાત્રા
- સમૂહ જનોઈ જેવા અનેક સેવાકીય કાર્યોનો સમાવેશ થાય છે.
મારો હેતુ: આ વેબસાઈટ શરૂ કરવાનો મારો મુખ્ય હેતુ બ્રહ્મ સમાજના દીકરા-દીકરીઓને યોગ્ય અને સુસંગત પાત્ર મળી રહે તે માટે એક સુરક્ષિત અને વિશ્વસનીય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
ભવિષ્યના આયોજન: સમાજ પ્રત્યેની મારી જવાબદારીને આગળ વધારતા, ભવિષ્યમાં મારે બ્રહ્મ સમાજ માટે એક સ્પેશિયલ ‘જોબ અને બિઝનેસ પોર્ટલ’ તૈયાર કરવું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા સમાજના શિક્ષિત યુવાનોને રોજગારી મળે અને વ્યવસાય ક્ષેત્રે જોડાયેલા લોકોને એક મજબૂત નેટવર્ક મળે તે રહેશે.
Krunal Dave
9879508091
8160144493

